Why Garbh Sanskar Guru Should Influence Your Choice of Activities During Pregnancy
March 09, 2021
Verified by: જયશ્રી હાર્દિક ઉપાધ્યાય | Updated on: March 09, 2021
ફક્ત કશ્મીર જ નહિ આજે દિલ્હી, મુંબઈ, ગુજરાત બધી જ જગ્યાએ આતંકવાદ નો ત્રાસ વધતો જાય છે ત્યારે હવે એક નહિ હજારો શિવાજી પેદા થાય એ જ સમયની માંગ છે. ભારતની દરેક નારી એ જીજાબાઈ બનવાની તૈયારી રાખવી જોઈએ. આજે દેશની પરિસ્થિતી જોતાં એવું લાગે છે કે દેશને બચાવવા ફરીથી શિવાજી, મહારાણા પ્રતાપ, રાની લક્ષ્મીબાઇ, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, તાત્યા ટોપે જેવા અનેક વીર પુરુષોની જરૂર છે. પણ આ કઈ રીતે શક્ય છે? આ પરિસ્થિતિમાં સામાન્ય નર કે નારી શું કરી શકે? આનો એક ઉપાય છે....દરેક દંપતી, દરેક સ્ત્રી જો એવો સંકલ્પ કરે કે મારી કૂખે હું એવા શૂરવીર, નીડર અને દેશભક્ત બાળકને જન્મ આપીશ કે જે દેશને આ તમામ સંકટોમાથી બહાર લાવે અને ભારતને વિશ્વગુરુ બનાવે. આજે આપણાં દેશ પાસે ભક્તોની, સંતોની કે મહાત્માઓની કોઈ કમી નથી. આપણી પાસે બુધ્ધિ છે, જ્ઞાન છે, ઉદારતા છે, અધ્યાત્મિકતા છે, જે દુનિયાના બીજા દેશો પાસે નથી, બસ હવે ખૂટે છે શૂરવીરતા, હિંમત અને સાહસ જે દેશને આતંકવાદના રાક્ષસ થી મુક્ત કરાવવા જરૂરી છે. મોજમજા, આનંદ કે ભૌતિક સુખોમાં આપડે ડૂબેલા ના રહિએ કે જેથી આપડા બાળકમાં વીરતા, નીડરતા, દેશભક્તિ જેવા ગુણોનું સિંચન કરવાનું ભૂલી જઈએ. લગ્નગ્રંથિથી જોડાતા દરેક યુગલને વડીલોએ હવે એવા આશીર્વાદ આપવા જોઈએ કે પરાક્રમી, નિર્ભય અને શૂરવીર બાળકની માતા બન. દરેક સ્ત્રીએ ગર્ભ રહે તે પહેલાથી લઈને નવ મહિના સુધી શૂરવીર પુરુષોના જીવન ચરિત્ર વાંચવા જોઈએ અને સતત તેનું ચિંતન મનન કરવું જોઈએ. વીર પુરુષોનો ફોટો ઘરમાં રાખી શકાય. જેમ અસૂરોનો નાશ કરવા રાજા દશરથ અને કૌશલ્યાએ વીર અને દૈવી પુત્ર નો સંકલ્પ કરી ભગવાન શ્રી રામ ને જન્મ આપ્યો, જેમ મુગલોના સાશનનો અંત લાવવા જીજાબાઈએ વીર પુત્રનો સંકલ્પ કરી શિવાજીને જન્મ આપ્યો, આવા ઘણા ઉદાહરણો આજે પણ આપણાં દેશમાં છે. એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? શૂરવીરતાનો આ ભુલાઈ ગયેલો મહિમા ફરીથી જાગૃત કરવાનો સમય હવે પાકી ગયો છે. આપણે આપણું ગૌરવ પૂન: સ્થાપિત કરવું પડશે... ગર્ભસંસ્કાર જ સમસ્ત દેશને આ મહાન સંકટ માથી ઉગારી શકે છે.